ઉર્જામંત્રી શ્રી સૌરભ પટેલે કહ્યું છે કે કિસાન સર્વોદય યોજના હેઠળ બીજા તબક્કામાં રાજ્યમાં 30 જિલ્લાના વધુ બે હજાર 409 ગામના ખેડૂતોને દિવસે વીજળી અપાશે.
તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્યમંત્રી વિજય રૂપાણી ત્રીજી જાન્યુઆરીએ ઉનામાં, પાંચમી જાન્યુઆરીએ બાયડમાં, સાતમી જાન્યુઆરીએ તિલકવાડામાં અને નવમી જાન્યુઆરીએ લુણાવાડામાં કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરાવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળી આપવા માટે 3 હજાર 500 કરોડ રૂપિયાની યોજનાનો શુભારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચોવીસમી ઓક્ટોબરે વર્ચ્યુઅલી જૂનાગઢ ખાતેથી ખરાવ્યો હતો.
જેમાં પ્રથમ તબક્કામાં દાહોદ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 1 હજાર 55 ગામડાઓને આવરી લઇ 1 લાખ ખેડૂતોને લાભાન્વિત કરાય છે.
  • Website Designing